અમદાવાદ પશ્ચિમમાં વધ્યુ કોરોનાનું સંક્રમણ, ત્રણ દિવસમાં નિકોલમાં સૌથી વધુ 51 કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jun 2020 05:11 PM (IST)
પૂર્વ અમદાવાદની સાથોસાથ પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 316માંથી સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ ઝોનમાં 119 કેસ નોંધાયા છે.
અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પૂર્વ અમદાવાદની સાથોસાથ પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 316માંથી સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ ઝોનમાં 119 કેસ નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં 74 કેસ બાદ પશ્ચિમ ઝોનમાં 62 કેસ નોંધાયા. ત્રણ દિવસથી સતત વધતા કેસ જોઈએ તો નિકોલમાં 51 કેસ, મધ્યઝોનમાં 33, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 33, ઉત્તર ઝોનમાં 49 કેસ નોંધાયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 24, જ્યારે દક્ષિણ ઝોનમાં કોરોનાના 41 કેસ નોંધાયા. ત્રણ દિવસમાં અસારવામાં 38 જ્યારે અમરાઈવાડી અને નારણપુરમાં 36-36 કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં બોડકદેવમાં 26 અને જ્યારે ગોતામાં 19 કેસ નોંધાયા છે. જોધપુરમાં 24, વેજલપુરમાં 27 કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ નિકોલમાં 20 પોઝિટીવ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પાલડી અને સાબરમતીમાં 12-12 પોઝિટીવ કેસ નોંધાયા છે.