અમદાવાદ: દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને ૧ લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. ​દેશના ફરજ પરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.
 
​ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે કર્યો છે.  ​આ હેતુસર રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.
 
​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.


તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે.


રાખડી બાંધવા માટે સવારે કોઈ મુહૂર્ત નથી 


જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસ અનુસાર, 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે 3 વાગીને 4 મિનિટે પૂર્ણિમા તિથિ લાગશે, જેનો સમાપન રાત્રે 11 વાગીને 55 મિનિટે થશે. આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવા છતાં સવારે રાખડી નહીં બાંધી શકાય, કારણ કે આ દિવસે સૂર્યોદય પહેલાથી જ ભદ્રા (Bhadra)નો સમય રહેશે, જે બપોરે 1 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે.


વાસ્તવમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવી ખૂબ અશુભ હોય છે. માન્યતા છે કે, રાવણ (Ravana)ની બહેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જે તેના મૃત્યુનું કારણ બની. ત્યારથી કોઈપણ બહેન ભદ્રામાં તેના ભાઈને રાખડી બાંધતી નથી. આવી સ્થિતિમાં તમે બપોરે 01 વાગીને 32 મિનિટ પછી ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા સમાપ્ત થઈ જશે. રાખડી બાંધવા માટે બપોરે દોઢ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સૌથી શુભ સમય રહેશે.


આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નર રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.


આ પણ વાંચો...


Raksha Bandhan: રક્ષાબંધન પર 7 કલાક 39 મિનિટ હશે ભદ્રા, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત