અમદાવાદ:  અમદાવાદમાં ACB વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે.  અમદાવાદના લાંચિયા સબ રજિસ્ટ્રારના ઘરેથી લાખો રુપિયાની રોકડ મળી આવી છે.  ACBને સર્ચ દરમિયાન અધિકારીના ઘરમાંથી 58 લાખથી વધુની રોકડ હાથ લાગી છે. રોકડની સાથે તેના ઘરમાંથી વિદેશી દારૂની 12 બોટલ પણ મળી આવી છે.  ACBએ લાંચિયા સબ રજિસ્ટ્રાર સામે પ્રોહિબીશનનો પણ ગુનો  નોંધ્યો છે.

  




અપ્રમાણસર મિલકતોની તપાસ ચાલી રહી છે


હવે ACB લાંચિયાની મિલકતોની પણ તપાસ  હાથ ધરશે.  હાલ અપ્રમાણસર મિલકતોની તપાસ ચાલી રહી છે. સ્કેમમાં તેની સાથે કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવશે.  ઘરેથી કોઈ દસ્તાવેજી પુરાવા નથી મળ્યા. લાંચિયા સબ રજિસ્ટ્રાર પાસે કચ્છ અને સંખેડામાં જમીન  છે. જમીનના પુરાવા હજુ સુધી એસીબીને હાથ લાગ્યા નથી. 


મકાનના  દસ્તાવેજો કરી આપવાના બદલામાં 1.50  લાખની લાંચની માંગણી કરી હતી


વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટ્રારે એક સોસાયટીના મકાનના  દસ્તાવેજો કરી આપવાના બદલામાં 1.50  લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે  ACB  તેને રંગે હાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. વેજલપુરમાં આવેલી એક સોસાયટીના 30 જેટલા મકાનોની દસ્તાવેજોની નોંધણી કરવાની હોવાથી સોસાયટીના સભ્યોએ વેજલપુરમા આવેલી  રજીસ્ટ્રાર ઓફિસમાં  સબ રજીસ્ટ્રાર  તુલસીદાસ માકરાણાનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે એક મકાન દીઠ રૂપિયા પાંચ હજાર લેખે કુલ રૂપિયા 1.50 લાખની લાંચ માંગી હતી. જેમાં 14 દસ્તાવેજ ગુરુવારે અને 17 દસ્તાવેજ શુક્રવારે  રજીસ્ટર કરી આપવાનું કહ્યું હતું.જો કે સોસાયટીના સભ્યો લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ACBને જાણ કરી હતી. જે અંગે ACBએ છટકું ગોઠવીને  સબ રજીસ્ટ્રાર તુલસીદાસ માકરાણાને ઝડપી લીધો હતો. 




આરોપી દ્વારા એક મકાનના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવાના રૂપિયા  5 હજાર કહેવામાં આવ્યા હતા. આ રીતે કુલ 30 દસ્તાવેજો રજીસ્ટર કરાવી આપવાના રૂ. 1.50 લાખની માંગકરવામાં આવી હતી. જેમાં આરોપીએ 14 દસ્તાવેજ ગુરૂવારનાં દિવસે અને 17 દસ્તાવેજ શુક્રવારે રજીસ્ટર કરાવી આપવાનું જણાવ્યું હતું. 


ફરિયાદીએ આપેલી વિગતો અનુસાર ACBએ લાંચનું છટકું ગોઠવીને વેજલપુર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ફરિયાદીને લાંચના દોઢ લાખ રૂપિયા આપવા મોકલ્યા હતા. તે દરમિયાન સબ રજીસ્ટ્રાર લાંચની રકમ સ્વીકારતા ACBના હાથે ઝડપાઇ ગયો હતો.        


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial