બોટાદઃ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો અર્પણ કરાયા છે. 6.5 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અન્ય સંતો હાજર રહ્યા હતા.