અમદાવાદમાં એક્ટિવ કેસ પણ હવે વધી રહ્યા છે. હાલમાં શહેરમાં 2 હજાર 787 એક્ટિવ કેસ છે. તેમાંથી પશ્ચિમપટ્ટાના ત્રણ ઝોન પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 હજાર 337 અને પૂર્વપટ્ટાના ચાર ઝોન મધ્યઝોન, દક્ષિણઝોન, ઉત્તરઝોન, પૂર્વઝોનમાં આ આંકડો 1 હજાર 450નો થયો છે.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ ફટાફટ ભરાવા માંડ્યા છે. ખાનગી હોસ્પિટલોના 2148 પ્રાઈવેટ બેડમાંથી 1709 ભરાઈ ગયા છે, 439 ખાલી છે. જોકે 272 દર્દીઓ આઈસીયુમાં છે, તેમજ 118 વેન્ટીલેટર ઉપર છે. વેન્ટીલેટર પરના દર્દીનો આંકડો સરકારની યાદીના 73ના આંકડાં કરતાં ઉંચો છે.