બેંકના કર્મચારીઓને કોરોના આવતાં બે દિવસ માટે બેન્ક બંધ રાખવામાં આવશે. આ અગાઉ વટવાની બેન્ક ઓફ બરોડામાં 12 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બેંકમાં અવરજવર કરતા ગ્રાહકોની યાદી મેળવવાની પ્રક્રિયા AMCએ શરૂ કરી છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.