મહત્વનું છે કે રાજ્ય સરકારે કોરોના મહામારી બાદ આર્થિક સ્થિતીના પુનરુથ્થાન માટે અઢિયા કમિટીની નિમણુક કરી હતી. જેણે વચગાળાના સમયે એક અહેવાલમાં સરકારી ખર્ચ ઉપર કાપ મુકવાની ભલામણ કરી છે, અને એ ભલામણ અનુસાર નાણાં વિભાગના 6 જૂનના ઠરાવને માન્ય રાખી મનપાએ પણ સરકારી ખર્ચ ઉપર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.
મનપા નાણાકીય વર્ષ 2020-21 સુધી નવો સમાન ખરીદી શકાશે નહીં. નવા વાહનો, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સમાન અને, itનો સમાન ખરીદવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કમિશ્નરના સર્ક્યુલરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મંજુર કરવામાં આવેલા નવા વાહનો જે ખરીદવાના બાકી હોઇ તેમજ ભાડે રાખેલ કે આઉટ સોર્સીંગના પણ વાહનો ન રાખવા કે ખરીદવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સાધનો કે અધિકારીઓને મળતા સુવિધાના સાધનો જેવા કે એ.સી, કુલર, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ફર્નિચર ઉપર પણ પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે.
વધુમાં દરેક કર્મચારીઓએ લાઈટબીલ ઓછું આવે તેવા પ્રયાસ કરવા પણ સૂચના આપાઈ છે. લંચ સમયે જરૂર ના હોઇ ત્યાં લાઈટ પંખા બંધ કરવા પડશે.