અમદાવાદઃ શહેરના પીરાણા રોડ પર આવેલી 30 વર્ષ જૂની કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 9 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમૂકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આગની ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 18 લોકોને એલ.જી. હોસ્પિટલ લવાયા છે.


આ દુર્ઘટનામાં આગના લીધે નહીં, પરંતુ બોઇલર ફાટવાના લીધા મોત થયા હોવાનું જણાવાઇ રહ્યું છે. 18 લોકોને ઇજા થઈ હતી, જેમાં 9 લોકોના મોત થયા છે. આગની લપેટ અને ગરમીને લીધે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાથી દિવાલ પડી અને નીચે ઉભેલા લોકો દટાયા હતા. જે લોકો ઉભા ઉભા આગ જોઈ રહ્યા હતા અને રેસ્ક્યૂની કામગીરી જોતા હતા, ત્યારે જ દિવાલ ખાબકી હતી. જેમાં અનેક લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયા હતા, જ્યારે 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.



આ પહેલા ફેક્ટરીમાં અને ગોડાઉનમાં આગની ઘટના બની નથી. પ્રથમ વખત આગની ઘટના બની છે. જ્યારે આગ શરૂ થઈ ત્યારે ફેક્ટરીમાં કુલ 30 લોકો હાજર હતા. 19થી 20 લોકો દુર્ઘટના પછી પાછળના ભાગે ભાગી ગયા હતા. જેને કારણે તેઓ બચી ગયા હતા.


આગમાં મોત તથા ઈજાગ્રસ્તોના નામ

અશ્વીન પંચાલ, ગંભીર ઈજાગ્રસ્ત, 42 વર્ષીય પુરુષ
સોલંકી નરેશ,ગંભીર ઈજાગ્રસ્ત,21 વર્ષીય પુરુષ
કહાર શાંતિબેન, ઈજાગ્રસ્ત
રીઝવાના મોહમ્મદ, ઈજાગ્રસ્ત
ક્રિશ્ચન રાગીણી , મોત
કલ્લુઆ બુંદું, મોત
યુનુસ મલેક,મોત
3 અજાણી વ્યક્તિના મોત
રોહન ચૌહાણ, સામાન્ય ઈજાગ્રસ્ત
સમસાદ અહેમદ,સામાન્ય ઈજાગ્રસ્ત
હેતલ પ્રજાપતિ,સામાન્ય ઈજાગ્રસ્ત
સરેન્દ્ર ગંભીર ઈજાગ્રસ્ત
સુબ્રમણીયમ- ઈજાગ્રસ્ત