અમદાવાદ: અમદાવાદ શહેરમાં વૃદ્ધ દંપતી સાથે ખરાબ વર્તન કરવાને લઈ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં  આવ્યા છે.  ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘરેથી ઘસેડી પોલીસ સ્ટેશન લઈ જવાનો મુદ્દે 6 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. આ કેસમાં બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે.   ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરવામાં આવી છે. મકાન માલિકે ભાડે રહેતા પીઆઇ વી.જી. રાઠોડ પાસે મકાન ખાલી કરાવતા અદાવત રાખી ચાંદખેડા પીઆઇ સાથે મળી વૃદ્ધ દંપતી સાથે આવો વ્યવહાર કરાયાનો આક્ષેપ હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિત કાર્યવાહીના આદેશ કરતા કાર્યવાહી કરાઇ છે.


અમદાવાદના ચાંદખેડાના પોલીસ કર્મચારીઓ વૃદ્ધને ઘરમાંથી ઘસડી લઇ ગયા હતાં. જેના સીસીટીવી વીડિયો ખુબજ વાયરલ થયા હતા. જે મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ અપાયા હતા. જેના પગલે સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીઓને ડીસીપી ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. અને પીઆઇ કે.વી પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ થયા છે.


ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદા મુજબ પગલા લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો.


Omicron Variant : કોરોનાના નવા વેરિયન્ટના ભય વચ્ચે ગુજરાત સરકાર આવી હરકતમાં, શું લેવાયો નિર્ણય?


કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તમામ જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગ સમીક્ષા બેઠક કરશે. રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ, ઓક્સિજન સહિતની બાબતો પર સમિક્ષા થશે. આ સમીક્ષા બેઠક પછી નવી કોરોના ગાઇડ લાઇન જાહેર થશે. સંક્રમિત થતા લોકોના સેમ્પલની જીનોમ ચકાસણી સંદર્ભે પણ આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોવિડના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકવા સૂચન અપાશે.



બીજી તરફ, કોવિડ નિયંત્રણો પર સમિક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સાથે બેઠક કરી હતી. કોવિડ નિયંત્રણો સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર થશે. કોવિડ નિયંત્રણો હળવા કરવા સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે. કોવિડના નવા વેરીએન્ટના કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકાઈ શકે છે. આવતી કાલે 30મી નવેમ્બરના રોજ જૂની ગાઈડનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. 



અમદાવાદ શહેરમાં વેકસીનેશન સાથે કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. 30 સ્થળોએ એક સાથે વેકસીનેશન અને કોરોના ટેસ્ટ એકસાથે કરવામાં આવશે. વેકસીનેશન વધારવા અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ડોમ શરૂ કરાયા છે. પ્રથમ વખત એક સાથે કોરોના ટેસ્ટિંગ અને વેકસીનેશન એક જ ડોમમાં કરાશે.