ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીની કામગીરી સુચારુરુપે થાય તે માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠશ આજે 8 IPS અધિકારીની નિમણુંક અને 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે.
જે ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમાં ભગરીથસિંહ વી ગોહિલને ચોકી સોરઠથી ચિખલી ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આર બી રાણાને વડોદરાથી જીયુવીએનએલ મહેસાણા ખાતે, અશોક વી રાઠવાને ટ્રાફીક બી ડિવિઝન અમદાવાદથી વડોદરા ખાતે, એપી જાડેજાને સી ડીવીઝન અમદાવાદથી નાયબ અધ્યક્ષ જેલ રાજકોટ ખાતે અને અમી ચિંતન પટેલને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમદાવાદથી મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા બદલી
નોંધીય છે કે, લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવામાં હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે ચૂંટણીલક્ષી બદલીઓની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેમાં પણ ખાસ કરીને જે બદલીઓની રાહ જોવાઇ રહી હતી, તેમાં આજે સાંજે ડિવાયએસપી કક્ષાના 65 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના Dysp જીતુ યાદવ અને અન્ય એક Dyspની અમદાવાદ શહેરમાંથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બીએમ પરમાર જેઓ વડોદરા વિજિલન્સમાં ફરજ બજાવતા હતા તેમને બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે.
રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીના નિર્દેશ કરવામાં આવ્યા છે. રાજ્યના ૮ પ્રોબેશનરી આઈપીએસને નિમણુંક અપાઈ છે જ્યારે રાજ્યના ૬૫ ડિવાયએસપીની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના પાંચ પ્રોબેશનરી આઈપીએસની નિમણુંક બાકી રાખવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
ગુજરાત કેડરના વર્ષ 2021ની બેંચના આઈપીએસ અધિકારીની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતા તેમને રાજ્યમાં નિમણુંક આપવામાં આવી છે. જે 8 આઈપીએસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેમાં વલય અંકિત કુમાર વૈધ, અંશૂલ જૈન, લોકેશ યાદવ, ગૌરવ અગ્રવાલ, સંજયકુમાર એસ કેશવાલા, વિવેક પ્રવિણકુમાર ભેડા, સાહિત્યા વી . અને સુબોધ રમેશ માનકરનો સમાવેશ થાય છે. જ્યારે જેમની નિમણુંક કરવાની બાકી છે તેમાં બિશાબા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, નિધિ ઠાકુરસ સિદ્ધાર્થ કોરુકોન્ડાનો સમાવેશ થયા છે.