Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટની 18 ઓફિસમાં CIDના દરોડા કેસમાં મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો હતો કે અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કોભાંડ સામે આવ્યું હતું.


CID ક્રાઈમે ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કોભાંડ ખુલ્યું હતું. બંને વિધાર્થીઓએ ધોરણ 10 અને 12ની માર્ક શીટ, ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા. સચિન ચૌધરી અને મિહિર રામી નામના વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિકને ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેમાં નોટરીનું સોગંદનામુ અને તમામ દસ્તાવેજો અસલી અપાયા હતા. બંનેના પરિવાર જનોએ ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલને 3-3 લાખ રૂપિયા આપ્યા હતા. જેથી CID ક્રાઇમે વિશાલ પટેલ સામે ફરિયાદ દાખલ કરી હતી. 15 ડિસેમ્બરે વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં CID ક્રાઇમે કાર્યવાહી કરી હતી. અમદાવાદના અંબાવડી વિસ્તારની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા.


અમદાવાદમાં CID ક્રાઇમના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં દરોડા પાડ્યા હતા. શહેરના આંબાવાડી વિસ્તારની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. 15 ડિસેમ્બરે વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં CID ક્રાઇમે કાર્યવાહી કરી હતી.


સુરતમાં ફરી એકવાર વિદેશમાં ભણવાના નામે એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં અડાજણ પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે, જેઓ સુરતથી કેનેડા અને યૂકેમાં વર્ક પરમીટ આપવાના નામે ઠગાઇ કરી રહ્યાં હતા, અને આ ઠગાઇમાં તેમને 36 લાખથી વધુનું છેતરપિંડી કરી હતી. હાલમાં પોલીસે આ બન્નેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 


ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર એજન્ટોની છેતરપિંડી શરૂ થઇ છે. ભારતમાંથી અન્ય દેશોમાં વિઝા વર્ક પરમિટ આપવાના નામે એજન્ટો દ્વારા લાખો રૂપિયાની ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાંથી કેનેડા અને યૂકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનારા બે ભાઇઓ ઝડપાયા છે, જે શહેરમાં તેમજ અન્ય સ્થળો પર કૃપા એજન્સી નામથી ફર્મ ચલાવી રહ્યાં હતા, હાલમાં અડાજણ પોલીસે આ કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણ અને ભાઈ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી છે, જેમને વિઝા વર્ક પરમિટના નામે 24 થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. યૂકે અને કેનેડાના સ્ટૂડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે આ ચૌહાણ બ્રધર્સે 36 લાખથી વધુની ઠગાઈ કરી છે. ખાસ વાત છે કે, સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ આ કૃપા એજન્સીની ઠેર ઠેર ઓફિસો આવેલી છે. અનેક લોકો આ ચૌહાણબંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા સેવાઇ રહી છે. અત્યારે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.