અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના કેસો એક હજારને પાર થઈ ગયા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોનાના 6996 કેસ નોંધાયા છે. જ્યારે એક અઠવાડિયામાં 166 લોકોના કોરોનાથી મોત થયા છે. જોકે, છેલ્લા સાત દિવસમાં 5784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 1046નો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, હાલ, અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસો સૌથી વધુ અમદાવાદમાં છે. આ પછી સુરત બીજા સ્થાને આવે છે. જોકે, સુરત છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું એપી સેન્ટર બન્યું છે અને રાજ્યમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ, કોરોનાના કુલ 12,247 એક્ટિવ કેસો છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 37,978 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 2252 લોકોના મોત થયા છે.
Date Case Discharge  Death 
23-07-2020 1078 718 28
22-07-2020 1020 837 28
21-07-2020 1026 744 34
20-07-2020 998 777 20
19-07-2020 965 877 20
18-07-2020 960 1061 19
17-07-2020 949 770 17
Total 6996 5784 166