અમદાવાદઃ શહેરમાં એક જ મહિનામાં આઠ હત્યાના બનાવ બન્યા છે, જેમાંથી નારોલ વિસ્તારમાં એક બંગાળી મહિલાની શિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હતી, તેના આરોપીઓ હજી પણ પોલીસ ચોપડે ફરાર છે. એક તરફ સબ સલામતના દાવા શહેર પોલીસ કરી રહી છે. બીજી બાજુ એક જ મહિનાની અંદર આઠ હત્યાના બનાવો બન્યા છે. આ બંને બાબતો વાસ્તવિકતાનો ચિતાર કંઈક જુદો જ બતાવે છે.


 એક મહિનામાં અમદાવાદ શહેરમાં 08 હત્યાના બનાવ બન્યા છે. મોટા ભાગના હત્યાના બનાવ શહેરના પૂર્વ વિસ્તારમાં બનવા પામ્યા છે.


01:-
06 જુલાઈ -2021
ખોખરામાં મનોહર એસ્ટેટમાંથી પાણી ની ટાંકીમાં મહિલાના હત્યા કરાયેલી લાશ મળી આવી...


કારણ:- પ્રેમિકા અન્ય લોકો સાથે ના સબંધ હોવાના કારણે કરાઈ હત્યા


આરોપી:- 01 આરોપીની ધરપકડ


02:-
13-જુલાઈ-2021
મેઘાણીનગર માં જાહેરમાં યુવકની હત્યા કરાઈ હતી...
કારણ:- પ્રેમ પ્રકરણમાં કરાઈ હતી હત્યા


આરોપી:- 04 આરોપીની ધરપકડ જેમાંથી 02 કાયદાના સંઘર્ષમાં આવેલા


03:-
13-જુલાઈ-2021
શહેરકોટડામાં 24 વર્ષીય યુવકની કરાઈ હત્યા...


કારણ:- અંગત અદાવતમાં પાંચ શખસોએ ભેગા મળીને કરી હતી હત્યા


*આરોપી:- 05 આરોપીની ધરપકડ*


04:-
13-જુલાઈ-2021
રામોલમાં પરિણીતાની હત્યા


કારણ:- પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને કરી હત્યા, છરી ના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી


આરોપી:- પ્રેમીએ હત્યા કરી ખુદ પોતે આપઘાત કરી લીધો હતો


05:-
15-જુલાઈ-2021
જમાલપુર વૈશ્ય સભા પાસે હજીબાવના ટેકરા પાસે આધેડની કરાઈ હત્યા...


કારણ:- નજીવી બોલાચાલીમાં ચિરાગ કાપડિયા નામના આરોપીએ કરી હતી હત્યા


આરોપી:- 01 આરોપીની ધરપકડ


06:-
20-જુલાઈ-2021
નારોલ ચાર રસ્તા પાસે બંગાળી મહિલાની કરાઈ હતી હત્યા


કારણ:- નારોલ સર્કલ પાસે બાઇક ઉપર આવેલ બે શખસોએ મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની છરી ના ઘા ઝીંકીને કરી હત્યા


આરોપી:- હજી આરોપી ફરાર


07:-
21-જુલાઈ-2021
ખોખરા વિસ્તારમાં વ્યાજખોરની હત્યા કરાઈ હત્યા


કારણ:- પૈસાની લેતીદેતી મામલે જયેશગીરી નામના વ્યક્તિએ છરી ના ઘા ઝીંકીને વ્યાજખોરની શુભ્રમણયમ નામના વ્યક્તિની કરાઈ હતી હત્યા


આરોપી:-જયેશગીરી નામના આરોપીની ધરપકડ


08:-
22-જુલાઈ-2021
શહેરકોટડા વિસ્તારમાં યુવકની કરાઈ હત્યા


કારણ:- અંગત અદાવતમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો.


આરોપી:-04 આરોપીઓની કરાઈ ધરપકડ.



શહેરના પૂર્વ વિસ્તારમાં જુલાઈ મહિનામાં આઠ જેટલી હત્યાના બનાવ બનવા પામ્યાં છે, તે છતાંય ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી સુદ્ધા પણ ચાલતું નથી અને વિસ્તારમાં હિસ્ટ્રિ શીટરો અને નોટરીયસ ગુનેગારો પર ડબ્બો બનાવી રાખવામાં શહેર પોલીસ કમજોર નીવડી રહી છે. આવા સંજોગોમાં સબ સલામત હૈ આ વાક્ય કેટલા અંશે સાર્થક છે તેનો વિચાર જરૂરથી આવે છે. એક જ મહિનામાં બનેલી આઠ  હત્યામાંથી મોટાભાગના કિસ્સા શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા છે જેથી એ વાત તો ચોક્કસ છે કે શહેર પોલીસની અને પોલીસ વિભાગની ગુનેગારોની ઉપરની પકડ ઢીલી થતી જતી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે.