અમદાવાદઃ ફ્લેટમાં બ્લોક ધરાશાયી થતાં 3 વર્ષીય બાળકનું મોત, બે ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2020 01:26 PM (IST)
રવિવારે સાંજે બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ઇજાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.
તસવીરઃ ફ્લેટનો બ્લોક ધરાશાયી થતાં બાળકનું મોત.
અમદાવાદઃ શહેરના બાપુનગર સ્થિત સત્યમ ફ્લેટમાં બ્લોક ધરાશાયી થતાં 3 વર્ષીય બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રવિવારે સાંજે બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ઇજાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજયું છે.