Ahmedabad :  અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની  મહિલાઓને મોટી ભેટ આપી છે. અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે ખાસ 21 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે. શહેરના એક ઝોનમાં ત્રણ ટોયલેટ દીઠ કુલ 21 ટોયલેટ બનાવવામાં આવશે. આ ખાસ પિન્ક ટોયલેટ 5 ટોયલેટ સીટની સુવિધાઓ વાળા બનાવવામાં આવશે. દિવ્યાંગ મહિલાઓ માટે રેમ્પ સહિતની ઉંચાઈની સીટ પણ બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા આ  21 ટોયલેટ પાછળ 10 કરોડનો ખર્ચ કરશે. પિંક ટોયલેટ બન્યા બાદ મેન્ટેનન્સ માટે ટેન્ડરિંગ કરવામાં આવશે. 


પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં AMCની કામગીરી 
માતાઓ સુપોષિત અને શિશુ તંદુરસ્ત હોય તો ભવિષ્યનું ભારત સક્ષમ હોય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત અમદાવાદના 80  અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી સગર્ભા બહેનોની નોંધણી,તબીબી તપાસ,બાળકનું રસીકરણ થાય છે.સાથે જ ત્રણ હપ્તામાં રૂ.5000ની આર્થિક સહાય સીધી તેમનાં બેંક ખાતામાં આપવામાં આવે છે. દરેક દર્દીની સંભાળમાં નિદાન, સારવાર, દવા કે લેબ ટેસ્ટ એક પણ રૂપિયાના ખર્ચ વિના થાય છે. આંગણવાડીની બહેનો ઘરેઘર જઈ પરામર્શ અને માર્ગદર્શન આપે છે.