અમદાવાદઃ શહેરના પોશ વિસ્તાર ઇસરો પાસે બીઆરટીએસ બસનો અકસ્માત થયો. ઇસરો બીઆરટીએસ કોરીડોરમાં બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.

અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા.