અમદાવાદઃ બિટકોઇન પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ફાયરિંગના કેસમાં ગુજરાત એટીએસ અને દ્વારકા એસઓજીનએ બે આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી છે.

બિટ કોઈન કેસ સાથે સંકળાયેલી નિશા ગોંડલીયા 2019માં ફાયરિંગ થયું હતું. મૂકેશ સિંધી અને અયુબ દરજાદાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વિગતો એવી છે કે, નિશા ગોંડલીયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જામનગરના જયેશ પટેલ અને યસપાલ જાડેજા પર નાખ્યો હતો. ત્રણેય વચ્ચે આર્થિક વ્યવહારો હોવાનુ સામે આવ્યું છે.

જામનગરની નિશા ગોંડલીયા દ્વારા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ પોલીસને કરેલી અરજીમાં કરવામાં આવી હતી. બિટકોઇન મામલામાં જયેશ પટેલ દ્વારા નિશા ગોંડલીયાને ફસાવવામાં આવતા હોવાનો નિશા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નિશા ગોંડલિયા પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી.