અમદાવાદમાં એએમસીના પ્રિમોન્સૂન પ્લાનની કમોસમી વરસાદે પોલ ખોલી દીધી છે.અહીં મકતમપુરામાં ભૂવો પડતા તેમાં આખે આખી કાર ગરકાવ થઇ ગઇ. મકતમપુરા કેનાલ પાસે અંબર ટાવરની સામેના આ ઘટના બની હતી. કાર અબ્દુલ રઉફ શેખ નામના વ્યક્તિની ગાડી હોવાનું સામે આવ્યું છે.
 હજુ તો ચોમાસુ પણ નથી શરૂ થયો અને માત્ર એક કમોસમી વરસાદ પડ્યો ત્યાં જ અહીં પહેલા વરસાદમાં રોડ રસ્તા ધોવાઇ જવાની હકીકત સામે આવી છે. અહીં એક જ વરસાદમાં મક્તમપુરામાં મસમોટો ભુલો પડી ગયો હતો. ભૂવો એટલો મોટો હતો કે તેમાં કાર ખાબકીઅને આખે આખી કાર ગરકાવ થઇ ગઇ.


મકતમપુરા વોર્ડમાં રોડ બેસી જતા કાર ભુવામાં ગરકાવ થઈ હતી, બીજે દિવસે સવારે પણ ભુવો એ જ સ્થિતીમાં , કોર્પોરેશન દ્વારા કામગીરી મોડી સવારે શરૂ થઇ હતી અને કાર બહાર કાઢવામાં આવી હતી.  ગયા વર્ષે પણ આ જ જગ્યા પર  ભૂવો પડ્યો હતો  અને એક ટુ વ્હિલર ભૂવામાં  ગરકાવ થઇ ગયું હતું.


Ahmedabad: અમદાવાદમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા, અર્બન હેલ્થ સેન્ટરનો ડોક્ટર દારુના નશામાં સારવાર કરતો જોવા મળ્યો


અમદાવાદ: એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.  જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે.   ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.  


સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે


સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.