Khyati Hospital:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધનો જીવ ગયાની ઘટના પણ તપાસમાં સામે આવી છે. ડિસેમ્બર 2023માં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ એક વૃદ્ધનું મૃત્યુ થયું થયું હતું.અમદાવાદના મહીજડા ગામના 25 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાંથી ઓપરેશન બાદ એક વર્ષ પહેલાં દસક્રોઈ તાલુકાના મહિજડા ગામના નટવરસિંહ ચૌહાણનું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.
11 ડિસેમ્બર 2023ના રોજ બસમાં મહીજડા ગામના 25 લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા.મહીજડાના 25 લોકોની એનજીઓગ્રાફિ કરી સ્ટેન્ટ મુકવાનું કહેવામાં આવ્યું, દર્દી અને તેના પરિજનોનો આરોપ છે છે કે ખ્યાતિ હોસ્પિટલમાં તમામના મોબાઈલ છીનવી લેવાયા હતા. દર્દીઓ સાથે બળજબરી કરી ઓપરેશન કરવા લઈ જવાતા હોવાનો મહીજડા ગામના લોકોનો આરોપ છે. ઘટનાના પગલે જ્યારે ગામના લોકોને ખબર પડતાં ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે મહીજડા ગામના લોકો પહોંચ્યા છતાં દર્દીઓને રજા આપવામાં આવી ન હોવાનો ખુલાસો લોકોએ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, 2023ની આ ઘટના સિવાય પણ અન્ય એક હકીકત પણ સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાના તબીબોનુ કડી કનેક્શન સામે આવ્યું છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે ખ્યાતિ હોસ્પિટલની સાંઠગાંઠ હોવાનું હકીકત સામે આવી છે. ઉલ્લેખિય છે કે, દર મંગળવારે ડૉ.પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિ.માં કેમ્પ અને વિઝિટ કરતા હતા. ડૉ.પ્રશાંતે કેટલીક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાગ્યોદય હોસ્પિટલના કેટલાક દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જો કે ઓપરેશનકાંડ બાદ ભાગ્યોદય હોસ્પિટલના સત્તાધીશોએ ઢાકપીછાડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ડૉ.પ્રશાંત વજીરાણીની નેમ પ્લેટ આગળ કાગળ લગાવી દેવાય હતા.
આ પણ વાંચો