અમદાવાદ: તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે  ગુજરાત પરત ફર્યા.


આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.


ભૂકંપ આવવાના સમયે અમે ગાઝિયાનટેપમાં જ હતા. ભૂકંપ આવતાની સાથે જ પેટ્રોલપમ્પ ઉપર ચાર કલાકની લાઈનો લાગી. ગેસની પાઈપમાં બ્લાસ્ટ થતા તુર્કીમાં ગેસનો પુરવઠો બંધ થયો. ભૂકંપ આવ્યા પહેલા ત્રણ દિવસ ભારે બરફવર્ષા થઈ હતી. ઇન્ડિયન એમ્બેસી સિવાય તુર્કી સરકારે પણ મદદ કરી. ભૂકંપ સમયે ફસાયેલા મહિલાએ પણ abp અસ્મિતા સાથે કરી વાતચીત. આ મહિલાએ કહ્યું કે, પરિવારના મહિલા તરીકે ખાવા પીવાની અને પોતાના પરિવારની ચિંતા સતાવતી રહી. એરપોર્ટ ઉપરથી નીકળતા સમયનું દ્રશ્ય ભયાવહ હતું. કોઈ સિક્યોરિટી નહિ, કોઈ ચેકીંગ નહિ, લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્ર સાર્થકે પણ પોતાના અનુભવ વર્ણવ્યા. મારી 25 વર્ષીય ઉંમરમાં આજ સુધી આવા દ્રશ્યો નથી જોયા. ભૂકંપના દ્રશ્યો હું આજીવન ભૂલી નહિ શકું. મારા મિત્રો સાથે વાતચીત બાદ તમામ લોકો પણ નિરાશાજનક માહોલમાં હતા. 


નોઇડામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં લાગી આગ


 નોઈડાના પોલીસ સ્ટેશન ફેઝ-1 હેઠળના સેક્ટર-8માં રવિવારે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો.નોઇડામાં આવેલી એક ઝૂંપડપટ્ટીના એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી જેમાં જેમાં 12 વર્ષનો છોકરો અને 12 દિવસની છોકરી દાઝી ગયા હતા. સાથે જ પરિવારના અન્ય 4 સભ્યો પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં હાજર તબીબે 12 વર્ષના છોકરા અને 12 દિવસની છોકરીને મૃત જાહેર કર્યા હતા જ્યારે બીજા અન્ય 4ની સારવાર શરૂ કરી હતી.