અમદાવાદઃ શહેરના મણિનગરમાં બાળકીને ત્યજી દેવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પકડાયેલી આરોપી મહિલાએ બાળકીને ત્યજવાનું ષડ્યંત્ર રચ્યું હતું. રાજસ્થાનમાં મિત્રની દીકરીના બાળકીને ત્યજી દેવા ષડ્યંત્ર રચ્યું હતું. મહિલાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મિત્રની દીકરી અપરણિત હતી અને દીકરીને જન્મ આપ્યો હતો.
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, સમાજમાં આબરૂ બચવાવા અમદાવાદમાં બાળકીને ત્યજી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજનાર મહિલા અને રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 200થી વધુ CCTV ફૂટેજને આધારે ઝડપ્યા હતા.
મહિલા બાળકને ઉઠાવીને લાવી હોય અથવા તો હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી હોવાની પોલીસને શંકા હતી. જોકે, પોલીસ પૂછપરછમાં મિત્રની દીકરીની બાળકી હોવાનો ખુલાસો મહિલાએ કર્યો છે.
Ahmedabad : રાજસ્થાની યુવતી લગ્ન પહેલાં શારીરિક સંબંધથી બની પ્રેગનન્ટ, નવજાત દીકરીનો કઈ રીતે કર્યો નિકાલ એ જાણીને લાગશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 02:31 PM (IST)
સમાજમાં આબરૂ બચવાવા અમદાવાદમાં બાળકીને ત્યજી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજનાર મહિલા અને રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -