FIRE: અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી છે. હાલમાં આગને કાબુમાં લેવા ફાયર વીભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વાહનોનું પાર્કિંગ રસ્તામાં હોવાથી ફાયરની ગાડીઓને સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે. હાલમાં રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી છે. ક્રેઇનના ઉપયોગ વડે દીવાલ તોડવામાં આવી છે. છ બાળકો અને સાત મહિલાઓ સહિત 50થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.


 



સુરતમાં કુમાર કાનાણીની હાજરીમાં જ શાળા પ્રવેશોત્સવમાં બબાલ


સુરત: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને લઈને ઘણી જગ્યાએ વિરોધ સામે આવી રહ્યો છે. હવે સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં ચાલી રહેલ શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. પૂર્વ મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં જ  શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈ પ્રશ્નો કરતા વિવાદ થયો છે. ભાજપ અને આપના કાર્યકર્તા આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. આ ઉપરાંત ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા છે. આ પહેલા પર આપના નેતાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષકોની અને ઓરડાઓની ઘટ મામલે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા.


ઓરડા વગર શાળા પ્રવેશ મહોત્સવ! આ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ
નવસારી: રાજ્યમાં હાલમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ ચીખલી તાલુકામાં આવેલા સાદડવેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવા ઓર્ડર ન બનતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. 


પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં ઓરડા ન બનતાં પ્રવેશ મહોત્સવ દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો સરકાર સામે મેદાને પડ્યા છે. ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી એવું ગીત ગાયને વિરોધ નોંધાવ્યો છે. જો ઓરડા બનાવવાની માંગણી ન સંતોષવામાં આવે તો શાળાને તાળુ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી આપી છે.