અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મોતકાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બી એન એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1),  340 (2), 318,  61 કલમ હેઠળ  એફઆઈઆર(FRI) નોંધાઈ છે.


ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ PMJAY યોજનાનો પોતાના આર્થિક ફાયદા માટે  દુરુપયોગ કર્યો હતો. સ્ટેન્ડ મૂકવાની જરૂર ન હોવા છતાં દર્દીઓના  ઓપરેશન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, સરકાર પાસેથી મોટો આર્થિક લાભ મેળવવા કરાયેલા ઓપરેશનથી બે દર્દીના મોત હતા.
સરકાર વતી સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન અને ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે. જે બાદ વસ્ત્રાપુર પોલીસે આરોપી તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


તો બીજી તરફ અમદાવાદ ઉપરાંત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત મામલે અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ છે. આ  મામલે કડી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ છે. બોરીસણા ગામના  મૃતક દર્દીના પુત્રોએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.


કોની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી


1 ડોક્ટર પ્રસાદ વજીરાણી 


2 કાર્તિક પટેલ 


3 સંજય પટોડીયા 


4 રાજશ્રી કોઠારી સામે 


 આ ચારેચ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ બધાએ ભેગા મળી સરકારની  સરકારી યોજનાના પૈસા લેવા ખોટા ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કડી પોલીસ મથકમાં બે અલગ અલગ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.


શું છે સમગ્ર મામલો


અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની  સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં  પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે.  સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.   


કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.  


આ પણ વાંચો....


Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો