કોરોના મહામારીના કારણે સરકારે માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ બનાવ્યો છે. સાથે જ સરકારે કડક નિયમો બનાવી માસ્ક ન પહેરનારને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ દંડની જોગવાઇ સરકાર અને પોલીસ વિભાગ માટે આફતમાં અવસર સાબિત થઇ છે.


સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ અને ખેડા જિલ્લામાં માસ્ક ન પહેરનારા પાસેથી દંડની મોટી રકમ વસુલવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હેલમેટ ન પહેરવાના કારણે કુલ 22 કરોડથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. જ્યારે માસ્ક ન પહેર્યા હોય તેવા નાગરિકો પાસેથી 26 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારરમાં હેલમેટના 1 કરોડથી વધુ અને માસ્કના પણ એક કરોડથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં 8.77 કરોડ રૂપિયા માસ્ક ન પહેરનાર પાસેથી વસુલવામાં આવ્યા છે.