અમદાવાદ: શહેરની એક નામાંકિત હોટલની  બેદરકારી સામે આવી છે. અહીં સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.


અમદાવાદ શહેરની નામાંકિત હોટેલની ઘોર બેદરકારી સામે આવી છે.  રામદેવનગર પાસે આવેલી કોર્ટીયર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.


 



- ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે 413 આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને  જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે.  ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયી નફો વધુ કમાવવાના ચક્કરમાં અને લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા કરે છે તેનો નમૂનો રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. અહીં દિવાળી પહેલા પડેલી રેડમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યો હતા. દિવાળી સમયે  ફરસાણ અને મીઠાઇની ખરીદી વધી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે ફુડની ગુણવત્તા ચકાસવા માટે ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતાં અને આ સમય દરમિયાન અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો સીઝ કર્યો  હતો. . રાજકોટના વોર્ડ નં.3માં મનહરપુર વિસ્તારમાંથી ભારત ફરસાણમાંથી 9 ટન અખાદ્ય ફરસાણનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.


ફેસ્ટિવલ સિઝનમાં અખાદ્ય જથ્થો ગ્રાહકો સુધી પહોંચે અને તેના સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે તે પહેલા જ આરોગ્ય વિભાગે મહત્વની કાર્યવાહી કરતા 9 ટન જેટલો અખાદ્ય ફરસાણનો જથ્થો જપ્ત કર્યો છે.
ઈતિહાસમાં સૌથી વધુ અખાદ્ય ફરસાણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો  દિવાળીમાં મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરતા પહેલા ચેતજો.



ફરસાણ, મીઠાઈની ખરીદી કરતા જાઓ તે પહેલા ચેતી જજો



  • કપડા ધોવાના સોડાથી બનાવતા હતા ફરસાણ

  • કલર, કપડા ધોવાનો સોડા વપરાતો હતો

  • અલગ અલગ ગામોમાં ફરસાણનો જથ્થો સપ્લાય કરતા હતા

  • કપડા ધોવાના સોડાથી બેથી અઢી હજાર કિલો ગાઠિયા બનાવ્યા

  • દાઝ્યું તેલમાંથી બનાવતા હતા મોટા પ્રમાણમાં ફરસાણ

  • એક્સપાયરી ડેટ વાળા મસાલાનો થતો હતો ઉપયોગ