અમદાવાદ: અમદાવાદમાં મહિલા પોલીસકર્મી લલીતાબેન પરમારના આત્મહત્યા કેસમા પોલીસને ઘણી વિગતો મળી છે. મહિલા પોલીસકર્મીએ અમદાવાદમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે, પ્રેમી જશવંતના ત્રાસથી કંટાળીને લલીતાબેને આત્મહત્યા કરી હતી. નોકરીએ ન જવા માટે અને કોઈ સાથે વાત ન કરવા માટે પ્રેમી સતત દબાણ કરતો હતો. સુસાઈડ નોટના આધારે પોલીસે મૃતક મહિલા પોલીસકર્મીના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે.


પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા લલિતા પરમારે થોડા દિવસો પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. બાદમાં આ કેસમાં પોલીસે તપાસ શરુ કરી હતી. 


મહિલા પોલીસકર્મી લલિતા પરમારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ગામમાં રહેતા જસંવત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો. તે અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. પ્રેમી નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. આ કારણે કંટાળીને મહિલા પોલીસકર્મી યુવતીએ આત્મહત્યા કરી હતી. 


અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી લલિતાબેન પરમારે ગત 29મીએ આપઘાત કર્યો હતો. આ કિસ્સામાં વાસણા પોલીસે મૃતક મહિલાના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં જ રહેતા તેના જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. પ્રેમી નોકરીએ ન જવા અને કોઈ સાથે વાત ન કરવા દબાણ કરતો હતો. આખી રાત વિડીયો કોલ ચાલુ રાખવા પણ દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે.  


સુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું કે ગામમાં રહેતા જસંવત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો અને અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. એટલું જ નહીં, તેને નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. જેથી યુવતી કંટાળી ગઇ હતી, જેના કારણે તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. કેટલાક પુરાવાઓ તેના મોબાઇલ ફોનમાં હોવાનો ઉલ્લેખ પણ લલિતા પરમારે સુસાઈડ નોટમાં કર્યો હતો. મૃતક લલિતા પરમારનું પહેલું પોસ્ટિંગ પાલડી ખાતે હતું અને તેણે ગત 18મી ડિસેમ્બરના રોજ નોકરી શરૂ કરી હતી.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial