અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાના બનાવમાં ચોંકાવનારો વધારો થયો છે. દિવસેને દિવસે આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. હવે અમદાવાદનાબોપલમાં એક યુવાને 14માં માળેથી કૂદીને આપઘાત કર્યો છે. સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં યુવાને 14મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. મેરીગોલ્ડ ટાવર પરથી છલાંગ લગાવતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
14મા માળેથી મોતની છલાંગ લગાવી
અમદાવાદ શહેરમાં સાઉથ બોપલમાં યુવકે આપઘાત કર્યો છે. સાઉથ બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલી મેરીગોલ્ડ ટાવરના ડી બ્લોકના 14મા માળેથી છલાંગ લગાવીને યુવકે આપઘાત કર્યો હતો.
મૃતક 46 વર્ષીય અમિત કુમાર સુરેન્દ્ર સિંઘ હોવાનું સામે આવ્યું છે. પ્રાઇવેટ ક્લાસ ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. અમિતકુમાર ધડાકાભેર નીચે પડતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. આપઘાતની આ ઘટનાને લઈ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
આપઘાતની આ ઘટનાને લઈ બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બોપલ પોલીસે આપઘાતના કારણો અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે બોપલ પોલીસ ઈન્સપેક્ટર બી ટી ગોહિલે જણાવ્યું કે ફ્લેટમાં પતિ અને પત્ની એકલા રહેતા હતા. સવારના સમયે પત્ની એક્સરસાઈઝ માટે ગયા હતી તે દરમિયાન આપઘાત કર્યો હતો. મેરીગોલ્ડના ફ્લેટ 1403 માં તેઓ રહેતા હતા. યુવકના આપઘાતનું કારણ શું છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આત્મહત્યાના બનાવમાં ચોંકાવનારો વધારો
અમદાવાદ શહેરમાં આત્મહત્યાના બનાવામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતો અને આર્થિક સંકટને લઈ લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. નરોડામાં યુવકે ત્રીજામાળેથી કૂદી આપધાત કર્યો હતો. નરોડા વિસ્તારનો એક હચમચાવી નાખતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રીજા માળે અગાશી પર એક યુવક પાળી પર બેસે છે. નીચે અનેક લોકોનું ટોળું ભેગું થયેલું છે. લાગી રહ્યું છે કે લોકો એને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ જ દરમિયાન યુવક અચાનક ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો. ઘટના નરોડા વિસ્તારની શેલ્બી હોસ્પિટલ નજીકની હતી. જ્યાં યુવકે આ રીતે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.