અમદાવાદ: શહેરના વટવા સદભાવના ચોકી પાસે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા યુવાનનું મોત નિપજ્યું. ત્રણ માળિયા મકાનમાં આવેલી ટાંકીમાં પડતા અક્ષય પટણી નામના યુવાનનું મોત થયું છે. આ યુવાન રાતના ત્રણ વાગ્યાની આસપાસ પાણીની ટાંકીમાં પડ્યો હતો. ત્યાર બાદ ફાયર વીભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
કાશ્મીરી યુવકે યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરી લીધો આપઘાત
આણંદઃ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલનો બનાવ છે. સરદાર પટેલ યુનિવર્સિટીની નહેરુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25માં પંખે લટકતો મૃત દેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી છે. 108 ની ટિમ દ્વારા યુવકને પીમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડાયો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે. ગત મોડી રાત્રીનો બનાવ છે. મોત પાછળનું કારણ અકબંધ છે.
બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા
ખેડાના જિલ્લાના કપડવંજમાં સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે 35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.