અમદાવાદઃ કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલ અને અમદાવાદના એક કાર્યકરની ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણીમાં બે બેઠક પરથી હારી ગયા તેની સામે સવાલ કરીને આ કાર્યકર નિરંજન પટેલને મહેણાં મારે છે. તેનાથી ઉશ્કેરાઈને નિરંજન પટેલ ગાળાગાળી કરવા માંડે છે.


સોશિયલ મિડીયામા ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.  નિરંજન પટેલ અમદાવાદમાં કોંગ્રેસના પ્રભારી હતા એ મુદ્દે પણ કાર્યકર તેમને સંભળાવે છે. આ ઓડિયો ક્લિપની ટ્રાન્સ્ક્રીપ્ટ નીચે મુજબ છે. 


કાર્યકર્તાઃ હેલ્લો નિરંજન કાકા
નિરંજન પટેલઃ હાં જી


કાર્યકર્તાઃ કાકા તમે હારી ગયા બન્ને સીટ પર
નિરંજન પટેલઃ હાં જી


કાર્યકર્તાઃ એવી તો કેવી લોકચાહના છે તમારી કે તમે બન્ને સીટ પર હારી ગયા
નિરંજન પટેલઃ લોકચાહના પતી ગઈ એટલે હારી ગયો



કાર્યકર્તાઃ અમદાવાદમાં તો તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું જીતાડીને જઈશ, મેયર આપીશ


અમદાવાદમાં કૉંગ્રેસ ક્યાંય ન આવી


નિરંજન પટેલઃ હાં મે પ્રયત્ન કર્યો હતો. તમે કૉંગ્રેસના છો કે ભાજપના?


કાર્યકર્તાઃ કૉંગ્રેસનો જ છું સાહેબ, દુઃખ થયું એટલે ફોન કર્યો
નિરંજન પટેલઃ હાં તો દુઃખ થયું તો, કૉંગ્રેસ માટે ભૂંડુ ન બોલાય, હાર-જીત તો રહે



કાર્યકર્તાઃ હાર-જીત તો રહે પણ લડાઈ લડતા આપણને ક્યાં આવડે છે?
નિરંજન પટેલઃ અસલ કૉંગ્રેસી હોય તો આવા મ્હેણા ન મરાય



કાર્યકર્તાઃ અમને દુઃખ થયું, અમારે મેયર લેવો હતો, ખાલી 24 સીટ પર કૉંગ્રેસ જીતી
નિરંજન પટેલઃ તમે બની બેઠેલા કૉંગ્રેસી છો એટલે આવું બોલો છો


કાર્યકર્તાઃ અમને લાગણી થઈ એટલે ફોન કર્યો તમને
નિરંજન પટેલઃ હાં કરો, કરો



કાર્યકર્તાઃ ભાજપવાળા અમને મ્હેણા મારે છે કે તમે ઝંડા લઈને ફરો, ખાલી 365 દિવસ


નિરંજન પટેલઃ ભાજપવાળા મ્હેણા મારે છે કેમ કે એ જીતી ગયા 


કાર્યકર્તાઃ પ્રખર કૉંગ્રેસીને ટિકિટ ન આપી. ભાજપના સમર્થકોને ટિકિટ આપી તમે લોકોએ અમદાવાદમાં
નિરંજન પટેલઃ મેં નથી આપી ભઈ


કાર્યકર્તાઃ તમે તો પ્રભારી હતા
નિરંજન પટેલઃ ટિકિટ આપવાનું કામ મારું નથી


કાર્યકર્તાઃ તમે તો સાહેબ, પ્રભારી હતા શહેરના આખા અમદાવાદના
નિરંજન પટેલઃ અરે, પ્રભારીને ટિકિટ આપવાની ન હોય, કોઈને પૂછજો


કાર્યકર્તાઃ તમે સેંસ લેવા અમારા વોર્ડમાં આવ્યા હતા, તમે કેતા હતા
નિરંજન પટેલઃ બસ આ ફોન મૂકી દે....ડહાપણ ના કરીશ, બંધ કર બંધ કર


કાર્યકર્તાઃ બસ આવી ગાળો બોલતા જ આવડે છે કૉંગ્રેસમાં તમને
નિરંજન પટેલઃ તો તને મ્હેણા મારતા આવડે છે?


કાર્યકર્તાઃ મ્હેણા દુઃખ લાગે એટલે મ્હેણા માર્યા તમને શોખ થાય છે મ્હેણા મારવાનો ! 
નિરંજન પટેલઃ દુઃખ લાગતું હોય તો ના બોલે, આશ્વાન આપે


કાર્યકર્તાઃ હાં, દુઃખ થયું એટલે ફોન કર્યો