અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં એક મહિલા પર જ્વલનશીલ પદાર્થ ફેકાયો હતો. મહિલાઓ સુરતથી યુનિયન ખાતાકિય તપાસ માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે બે બૂકાની ધારી શખ્સોએ જ્વલનશીપ પદાર્થ ફેંક્યો હતો. અંગત અદાવતમાં જાણભેદૂએ જ્વલનશીલ પદાર્થે ફેક્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાને સારવાર અર્થે એલજી હૉસ્પિટલમાં ખેસડવામાં આવી છે.