ગૌરક્ષકોની કામગીરી પર હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ, ટ્રેપ ગોઠવવાની સત્તા કોણે આપી?
abpasmita.in
Updated at:
21 Sep 2016 09:47 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ ગૌરક્ષકોની કામગીરી સામે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના કેસમાં આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે પૂછ્યું છે કે ટ્રેપ ગોઠવીને ગૌમાંસ પકડવાની સત્તા કોણે આપી છે? સાથે જ કોર્ટે એમ પણ પૂછ્યું છે કે પોતાની ફરિયાદમાં ગૌરક્ષકો પોલીસની જેમ કામગિરી કરતા હોય તેવું વલણ રાખી રહ્યા હોવાનું કેટલું યોગ્ય છે? પોલીસની જેમ ટ્રેપ ગોઠવી, બાતમી મેળવી જેવી ભાષાના ઉપયોગને લઇને કોર્ટે આ વલણ દાખવ્યું છે. સાથે જ ગૌરક્ષકોએ નોંધાવેલી ફરિયાદોની નકલ પણ કોર્ટે માંગી છે. તો સાથે જ આરોપીના આગોતરા જામીન મંજુર પણ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -