મેટ્રોપોલિટન કોર્ટ નંબર 13ના છઠ્ઠા માળે એડિશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એન.બી.મુશનીની કાર્ટમાં જુબાની આપી હતી. દરમિયાન રાહુલની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. ઉલ્લેખનીય છે કે નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.