અમદાવાદ: વેકેશન પહેલાં જ લોકોએ ફરવા જવા માટેનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દિધુ છે.  જોકે આ વર્ષે તો વેકેશનમાં લોકો સૌથી વધુ દુબઈ ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.  જ્યારથી સ્વામિનારાયણ મંદિર બન્યું છે ત્યારથી જ તમામ લોકોમાં ઉત્સાહ છે કે દુબઈમાં જઈને દુબઈના બુર્જ ખલીફા અને ડેઝર્ટની સાથે હવે સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લઈ શકે.   ત્યારે હાલ દુબઈ જવા માટેનો એરફેર 28,000 છે જ્યારે દુબઈની 6 નાઈટ 7 ડેનો ચાર્જ 84,999 પર વ્યક્તિ અને બાળકોનો 74,999 રુપિયા છે. 


જોકે હાલ ડોમેસ્ટિક ટુરમાં કાશ્મીર લેહ લદ્દાખ, સિક્કિમની ઇન્કવાયરી સૌથી વધુ છે.  જ્યારે ઇન્ટરનેશનલ ટુરની વાત કરવામાં આવે તો દુબઈ, સિંગાપુર,  મલેશિયા અને થાઈલેન્ડની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે.  પરંતુ સ્વામિનારાયણ મંદિરના કારણે આ વખતે હરિભક્તો મોટી સંખ્યામાં દુબઈ જવા માટેનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.  


ઉત્તરાખંડ  બેસ્ટ ડેસ્ટિનેશન


ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જે બંને ઋતુમાં પ્રવાસીઓની પ્રિય છે.  તમે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં સ્થિત બિંસર શહેરમાં રજાઓ માણી શકો છો. આ નાના હિલ સ્ટેશન પરથી કેદારનાથ અને નંદા દેવી શિખરોનો સુંદર નજારો જોઈ શકાય છે. જે અનુભવ અદભૂત અને અવિશ્મણીય બની રહેશે.


કાશ્મીરનું ગુલમર્ગ


કાશ્મીરનું  ગુલમર્ગ શહેર પણ ટૂર માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આપ  જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ શહેરમાં પણ ફરવા જઈ શકો છો. શિયાળામાં આ પહાડી નગર દેશનું વન્ડરલેન્ડ બની જાય છે. બરફથી ઢંકાયેલી ખીણો, થીજી ગયેલા તળાવો આપને  મોહિત કરી દેશે. ઉનાળાના વેકેશન દરમિયાન પણ લોકો અહીં ફરવા જતા હોય છે. 


મસૂરી બેસ્ટ ડેસ્ટિનેશન


મસૂરી કેમ્પ્ટીફોલ્સ, ગનહિલ વગેરે સ્થળો પણ ફરવા જવા માટે ઉત્તમ છે, આપ અહીં  મસૂરીની ટ્રિપ પર પણ જઈ શકો છો.  અહી પર્વત પરથી વહેતા ઝરણા અને બરફાચ્છાતિ પર્વત પર પડતાં સૂર્યના કિરણોનો નજારો ખૂબ જ રોમાંચિત કરી દેનાર છે. આ બધા જ  પ્રવાસીઓ માટેના ઘણા આકર્ષણો છે. મસૂરીના કુદરતી નજારા કોઇ પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિનું દિલ જીતી લે છે. આ ડેસ્ટિનેશનની ટૂર બેસ્ટ એક્સપરિયન્સ આપનાર સાબિત થઇ શકે છે. વેકેશન નજીક આવી રહ્યું હોવાથી લોકો ફરવા જવા માટે અત્યારથી જ બુકિંગ કરી રહ્યા છે.