ફેસબુક પર મિત્રતા કેળવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, યુવક પરણિત નીકળતા ફરિયાદ
abpasmita.in | 25 Sep 2016 03:40 PM (IST)
અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ કરવી કેટલી મોધી પડી શકે છે તે આ કિસ્સા પરથી સમજી શકાય છે. યુવકો ફેસબૂકના માધ્યથી યુવતી સાથે સરળતાથી ફ્રેન્ડશીપ કરી શકે છે. જેનો લાભા ગુનાહીત માનસિક્તા ધરાવતા યુવકો લે છે. ફેસબુક પર ફ્રેન્ડશીપ કરીને પરણિત યુવકે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી જેથી યુવતી તેની સાથે શારીરિક સંબંધ બાધવા તૈયાર થઇ હતી. યુવક પરણીત હોવાની જાણ યુવતીને થતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતીએ તુરંત જ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.