અમદાવાદ: ગુજરાત કેડરના 1985ના બેચના IPS અધિકારી એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડિરેક્ટર ઓફ જનરલ (DG)તરીકે નિમણૂક કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
અમદાવાદમાં દબાણ ખસેડવાથી લઈને ક્રાઈમ રેટમાં ઘટાડો લાવવામાં એ.કે.સિંઘ મહત્વની ભૂમિકામાં રહ્યા હતા. એ.કે.સિંઘ પોતાની ફિટનેસના કારણે શહેરની જનતા અને પોલીસ બેડામાં ચર્ચામાં રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા.
એ કે સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની દિલ્હીમાં NSGના ડિરેક્ટર ઓફ જનરલ તરીકે નિમણૂંક
abpasmita.in
Updated at:
18 Oct 2019 09:29 PM (IST)
1985ના બેચના IPS અધિકારી એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડિરેક્ટર ઓફ જનરલ (DG)તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -