ગુજરાતના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ઈન્દિરાબ્રીજ નજીક ઈસ્કોન વીલા સોસાયટી પાસે કારમાં બાળકનું મોત થયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઈસ્કોન બંગ્લોઝ નજીક રોડ પર પાર્ક કરેલી કારમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યા હતો. ગૂંગળામણથી બાળકનુ મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદના ઈસ્કોન બંગ્લોઝ નજીક રમતા રમતા બાળક કારમાં બેસી ગયો હતો અને દરવાજો અંદરથી લોક થઈ જતાં તે ગાડીમાં જ ફસાઈ ગયો હતો. આ અંગે પોલીસે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સીસીટીવીમાં બાળક ગાડીમાં જતો જોવા મળ્યો હતો. ગાડીમાં બાળક જવાથી ગાડી લોક થઈ ગઈ હતી. ત્યારે ગૂંગળામણથી બાળકનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
એક અઠવાડિયા જેટલા સમયથી આ કાર પાર્ક કરેલી હતી. આ ઘટના બાદ FSLની મદદ લેવામાં આવી હતી. મૃતદેહનું પીએમ કરાવવામાં આવશે. જો કાર માલિકની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતાં. જેમાં એક મહિલા (બાળકની માતા)ની પાછળ બાળક આવે છે અને કારનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
ઈન્દિરાનગર બ્રિજ નજીક બપોરે 12 વાગ્યા આસપાસ તેની માતા સાથે જતો હતો. તે દરમિયાન માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. આ દરમિયાન બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો ત્યાર બાદ તે અંદર બેસી ગયો હતો.
આ દરમિયાનમાં કાર લોક થઈ ગઈ હતી જેને લઈને તે અંદર ગૂંગળાઈ ગયો હતો. માતા જઈ રહી તે દરમિયાન માતાએ પાછળ બાળક જોયું ન હતું. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે મળ્યો નહતો. બાળકને શોધતા શોધતા તેઓ આવી હતી. આ દરમિયાન ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો બાળક જોવા મળ્યો હતો.
અમદાવાદ: માતાની પાછળ જતો પાંચ વર્ષનો છોકરો અચાનક કારનો દરવાજો ખોલી અંદર બેસી ગયો ને કારનો દરવાજો થઈ ગયો લોક પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 11:00 AM (IST)
ગુજરાતના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ઈન્દિરાબ્રીજ નજીક ઈસ્કોન વીલા સોસાયટી પાસે કારમાં બાળકનું મોત થયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી
- - - - - - - - - Advertisement - - - - - - - - -