અમદાવાદઃ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસો 3246 થઈ ગયા છે. અમદાવાદના પશ્ચિમ ઝોન,ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના લોકોએ સાવધ રહેવાની જરૂર છે.


પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 542, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 561 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 538 છે. અમદાવાદના મધ્ય ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 326, ઉત્તર ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 318 પર પહોંચ્યો છે.

પૂર્વ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 453 અને દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 508 પર પહોંચી છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના મોત સાથે અમદાવાદમાં 24 કલાકના 4 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કુલ આંકડો 30306 પર તો મોતનો આંકડો 1687 પર પહોંચ્યો છે.