ક્રાઇમ બ્રાંચ એસીપી, બી.વી ગોહીલના જણાવ્યા મુજબ, આંબાવાડીમાં માણેકબાગ પાસે પ્રણવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સરખેજમાં મહંમંદપુરા પાસે નેમીચાર ફાર્મહાઉસ ખાતે આવેલી યોગા નર્સરીમાં ડ્રાઇવર પ્રમોદભાઇ દેવજીભાઇ પટેલ ( ઉ.વ. 43 )ની 3 ઓગસ્ટે રાત્રે ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મૃતકની પત્ની કિંજલ પટેલ (ઉ. વ. 28 ) અને હિમતનગર તાલુકાના ઝબાલ ગામના પ્રેમી અમરતભાઇ ગોબરભાઇ રબારી (ઉ.વ. 31)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે પ્રમોદભાઇ પટેલના બે વખત લગ્ન થયા હતાં અને છૂટાછેડા થયા હતા. તેમના કિંજલબહેન સાથે ત્રીજા લગ્ન થયેલા હતા. બંનેના લગ્ન 2012માં થયાં હતાં પણ કિંજલબેનને પતિથી સંતોષ નહોતો તેથી ભુવા પાસે જતાં હતાં. આ દરમિયાન અમરત સાથે પરિચય થયો અને પચી સંબધ બંધાયા હતા. કિંજલ અને પ્રેમી અમરત રબારીને અઢી વર્ષથી પ્રેમં સબંધ હતો.
કિંજલને પતિ સાથે તકરાર થતી હોવાથી છૂટકારો મેળવવીને પ્રેમી સાથે જવું હતું તેથી પ્રમોદનો કાંટો કાઢવાની વાત પ્રેમીને કરી હતી. અમરત રબારીએ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર સુરેશને પોતાની પ્રેમિકાના પતિની હત્યા કરવા માટે રૂપિયા પાંચ લાખની સોપારી આપી હતી. આરોપીઓએ 31 જુલાઈના રોજ સરખેજના નોકરીના સ્થળ અને આવવા જવાના રસ્તાની રેકી પણ કરી હતી.
નર્સરીમાં 3 ઓગસ્ટે જમણવાર હોવાથી પ્રમોદે કિંજલને ફાર્મ હાઉસમાં મોડુ થશે તેવી વાત કરી હતી. આ તકનો લાભ ઉઠાવવા માટે પ્રમિકાએ પ્રેમી અમરતને ફોન કરીને જાણ કરી હતી. અમરત પોતે સુરેશ તથા અને એક શખ્સને લઇ કારમાં અમદાવાદ આવ્યો હતો અને સરખેજમાં મહંમંદપુરા પાસે નેમીચાર ફાર્મહાઉસ પાસે પ્રમોદ પટેલની આવવાની રાહ જોઇને બેઠા હતા. પ્રમોદ વાહન લઇને ઘરે જઇ રહ્યો હતા ત્યારે તેને સ્કૂટર પરથી પાડીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને લાશને ઝાડીમાં ફેકીને આરોપીઓ નાસી ગયા હતા. મોડેથી અમરતે કિંજલને ફોેન કરીને કામ પતી ગયું હોવાની વાત કરી હતી. કિંજલે પણ પોતાના પર કોઇને શંકા જાય નહી તે માટે માસાને ફોન કરીને પતિ હજુ સુધી ઘરે આવ્યા ન હોવાની વાત કરીને નાટક કર્યું હતું.