અમદાવાદ:  શહેરમાં અકસ્માતોની ઘટના જાણે અટકવાનું જ નામ નથી લઈ રહી. આજે સવારે પાંજરાપોળ પાસે BRTS બસના ડ્રાઇવરે અકસ્માત સર્જયો હતો. જેમાં બે સગાભાઈના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું. પોલીસ તપાસ માટે આજનો દિવસ પાસપોર્ટ ઓફિસથી નહેરુનગરના રૂટ બંધ રહેશે.



મળતી માહિતી પ્રમાણે પાંજરાપોળ નજીક BRTS બસ (GJ 01 HT 2650)ના ચાલકે બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા. જેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકની ઉંમર 21 અને 25 વર્ષની છે. એક મૃતકનું નામ જયેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પીક અવર્સ દરમિયાન અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.



મૃતક બંને ભાઈઓ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હતા અને મૂળ વેરાવળના હોવાનું જાણવા મળ્યું છે. પાંજરાપોળ નજીક અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આ રૂટ પર સિગ્નલ બંધ હોવા છતાં બીઆરટીએસ અને એએમટીએસની બસો દોડતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગઈકાલે સુરતમાં બ્લુ સિટી બસની અડફેટે 3નાં મોત થયા હતા. જે બાદ આજે તેમના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને વળતર આપો તેવી માંગ સાથે ધરણા કર્યા હતા.

બિગ બોસની સ્પર્ધક પર ફિદા થયો આ બોલીવુડ એક્ટર, કહ્યું- લગ્ન કરવા પણ તૈયાર છું

યુવકને સગી ભાભી સાથે હતું અફેર, મરતી વખતે કહ્યું- પતિ અને દીકરીને........