અમદાવાદ: હાથીજણ વિસ્તાર ખાતે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાંથી બે સંચાલિકાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાંજે બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે 5 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. પોલીસ 5 દિવસના રિમાંડ દરમ્યાન આશ્રમમાં સાધીકાઓની ભુમિકા અને આશ્રમમાં ચાલતી પ્રવૃતિઓ વિશે તપાસ કરશે.

સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી.
સૌથી મોટી બાબત આ કેસના મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ પણ પોલીસ પકડથી ફરાર છે. જેથી સરકારના વકીલે રજૂઆત કરી હતી કે પોલીસને કોર્ટ 10 દિવસના રિમાન્ડ આપે પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. જને પગલે આજે સવારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. બી 107 નંબરના મકાનમાં બંને બાળકોના સામાન અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. આશ્રમમાંથી બાળકોને 10 દિવસ ઉપર આ મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલું છે.

સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, ભોગ બનનાર બાળકોએ CWC તથા પોલીસ તપાસમાં આપેલ પોતાના નિવેદનમાં જણાવેલ છે કે, બાળકો પાસે બાળ મજુરી કરાવી માતબર રકમ તથા કિંમતી જમીન લઇ આપવાના ટાર્ગેટ આપવામાં આવે છે. બાળકો કામ ન કરે અને બાળકો તેમના વાલીને મળવાનું જણાવે ત્યારે બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવના શ્રાપના ડર બતાવે છે.

નિત્યાનંદના આશ્રમ સાથે સંકળાયેલી નિત્યાનંદિતાએ શું કર્યો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો

બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિત રૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રતાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનું તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમના સંચાલીકામાં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી.

બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિતરૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનુ તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમમાં કોઇપણ રજા કે, વેકેશન કે, વાર તહેવારની રજા આપવામાં આવતા નથી. ભોગબનનાર બાળકના જણાવ્યા અનુસાર બાળકોને શિક્ષા કરવાની થાય ત્યારે શિક્ષાનો પ્રકાર અને કક્ષા આશ્રમની સંચાલિકા નક્કી કરતી હતી.