નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક વ્યક્તિએ તેના અફેરનો ખુલાસો કરીને લોકો પાસે સલાહ માંગી છે. અમેરિકાના આ વ્યક્તિએ જણાવ્યું કે, તેની ભાભી સાથે એપ્રિલ સુધી અફેર હતું. જે ભાઈના લગ્ન બાદ શરૂ થયું હતું. આ દરમિયાન બંનેએ સેક્સ કર્યું અને તે બાદ ભાભી પ્રેગ્નેન્ટ થઈ હતી. આ અફેર થોડા દિવસો સુધી જ ચાલ્યું હતું.

બંનેએ પરસ્પર સહમતિથી નક્કી કર્યુ હતું કે તેના ભાઈને આની ગંધ પણ નહીં આવવા દે. થોડા દિવસો બાદ ભાભીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જેમ જેમ તે મોટી થઈ તેમ મારા જેવી લાગતી હતી. યુવકની ભાભીનું પણ માનવું હતું કે જે સમયે બંને સેક્સ કર્યું હતું તે હિસાબથી આ દીકરી તેમની હોવાની સંભાવના વધારે હતી.

આજે ફરી મળશે NCP-કોંગ્રેસના નેતા, આવતીકાલે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાત

થોડા દિવસો બાદ યુવકની ભાભીને કેન્સર હોવાની જાણ થઈ હતી. જેના ગણતરીના દિવસોમાં જ તેનું મોત થયું હતું. કેન્સરની જાણ થયા બાદ ભાભી તેના દીયરને પોતાના ભાઈને સચ્ચાઈ જણાવી દેવા કહ્યું હતું. પરંતુ યુવક આ વાત તેના ભાઈને જણાવી શકતો નહોતો, જે માટે તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો સહારો લઈને આ અંગેની પોસ્ટ કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ દિગ્ગજ ખેલાડીને મુકવામાં આવી શકે છે પડતો

પોસ્ટ બાદ લોકોએ કહ્યું કે, તારી ભાભીએ જીવતી હતી ત્યારે આ વાત જણાવવાની કેમ હિંમત ન થઈ. જો તે ઈચ્છતી હોત તો પતિને વાત કરી શકી હોત, પરંતુ તેણે આમ ન કર્યું અને મરતા મરતા તારા પર આ વાતનો બોજ નાંખતી ગઈ. એક વ્યક્તિએ કહ્યું કે, આ હાલતમાં બે લોકોના ભૂતકાળ અંગે જણાવવું જાણી જોઈને દુઃખ આપવા જેવું છે. કારણકે હાલ બંનેને તે પરિસ્થિતિ સાથે કોઇ લેવા દેવા નથી.