આ વિસ્તારોની વાત કરીએ તો નારણપુરાના મંગલ મૂર્તિ એપાર્ટમેન્ટના 950 ઘરોના લગભગ 3000 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે. અમરાઈવાડીના જનતાનગરના 188 ઘરોમાં 1010 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. વિરાટનગરના ખોડિયારનગરમાં 189 ઘરોમાં 1089 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે.
આ ઉપરાંત જોધપુરના સચિન ટાવરના 350 ઘરોમાં 1224 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. ચાંદખેડાના ગાયત્રીનગરમાં 322 ઘરોમાં 1356 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે અને સ્ટેડિયમના 650 ઘરોમાં 2469 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કારાયા છે.