અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ શહેરના 12 પોલીસ ઈન્સપેક્ટર (PI)ની અન્ય જિલ્લામાં બદલી કરી સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા આ પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશ્વરની હદના બહારના વિસ્તારમાં અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશ આપતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદના 8 પોલીસ સ્ટેશના PIની આંતરિક બદલી પણ કરવામાં આવી છે.


અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે 8 પીઆઇની આંતરિક બદલી કરી છે. સરખેજના પીઆઇની મણીનગર પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. મણીનગરના પીઆઈ એસ.એમ. પટેલને ક્રાઇમબ્રાંચમાં મુકાયા છે. ટ્રાફિક પીઆઇ એસ.જી. દેસાઇને સરખેજ પીઆઇ તરીકે બદલી કરાઇ છે. શાહિબાગ પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. કંટ્રોલરૂમના પીઆઇ વી.ડી. મોરીને એસઓજીમાં મુકાયા છે.



આ ઉપરાંત જે.એ.રાઠવાની સાબરકાંઠા જિલ્લામાં , આર.એ.જાદવની નર્મદા જિલ્લામાં , શાહપુર PI આર.કે અમીનની પાટણ જિલ્લામાં, ટ્રાફિક PI એચ.બી.વાધેલાની સાબરકાંઠા જિલ્લામાં, કે.એચ.દવેની પોરબંદર જિલ્લામાં, શહેરકોટડા PI વી.આર વસાવાની નર્મદા જિલ્લામાં, વી.એન રબારીની ભરૂચ જિલ્લામાં, જે.જી પટેલની સ્ટેટ કંટ્રોલ રૂમમાં, એમ.પી.પઠાણની CID ક્રાઇમમાં, એમ.એ તળપદાની પાટણ જિલ્લામાં, એ.કે.પટેલની પોલીસ એકેડમીમાં અને દાહોદ PI કે.જે.ઝાલાની અમદાવાદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે.