અમદાવાદઃ સરદારનગરમાં રહેતી 45 વર્ષની મહિલાનો પતિ બિમાર રહેતો હોવાથી કેટરિંગનું કામ કરે છે. આ દરમિયાન કુબેનગરમાં રહેતા 30 વર્ષના યુવક સાથે પરિચય થયો હતો. આ યુવક સાથે મહિલાના શારીરિક સંબંધ બંધાયા હતા. બંને રોજ મળતાં અને શરીર સુખ માણતાં હતાં.
યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવક પ્રેમિકાને પોતાના ઘરે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક સંબંધ રાખ્યા હતા. જો કે યુવક અને તેની પત્નિ વચ્ચે કોઈ ઝગડા ના હોવાથી પ્રેમિકા પોતાના ઘરે પાછી આવી ગઈ હતી ને યુવક સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.
યુવક મહિલાને શરીર સુખ માણવા દબાણ કરતો પણ મહિલાએ મળવાનું ઓછું કરતાં વાસનામાં અંધ બનેલા યુવકે પ્રેમિકાના ફોટા એડિટ કરીને નગ્ન ફોટા પ્રેમિકાની દીકરી સહિત પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલી દીધા હતા. પ્રેમિકાએ પ્રેમિકા પાછી નહી આવે તો સગા સબંધીને ફોટા મોકલવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા દોઢ વર્ષ પહેલા મહિલા કેટરીંગના કામે ગઇ હતી ત્યારે યુવકના સંપર્કમાં આવી હતી.
Ahmedabad : પતિ બિમાર હોવાથી મહિલાએ 15 વર્ષ નાના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, રોજ માણતાં શરીર સુખ ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 10:17 AM (IST)
યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -