અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને કેટલાક ઉમેદવારોએ દગો કર્યા પછી હવે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે.
ઉમેદવાર ફરી ન કરી જાય તે માટે કોંગ્રેસે 'અપક્ષ' રણનીતિ બનાવી છે. પક્ષનો ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે તો પોતાનો જ ઉમેદવાર અપક્ષ લડી શકે તેવી ગોઠવણ આ વખતે કરવામાં આવી છે. જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકામાં કોંગ્રેસે પ્લાન B તરીકે અપક્ષ ફોર્મ ભરાવ્યાં છે.
કોંગ્રેસે અત્યારથી દરેક બેઠકમાં 3થી 4 ફોર્મ ભરાવ્યાં છે. તેમજ કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોને મેન્ડેટ આપશે.
Gujarat Elections : કોંગ્રેસે ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે શું બનાવ્યો પ્લાન B ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 03:48 PM (IST)
મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને કેટલાક ઉમેદવારોએ દગો કર્યા પછી હવે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -