Ahmedabad:  અમદાવાદમાં વ્યાજખોરો બેફામ બન્યા હતા. મળતી જાણકારી અનુસાર શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ધંધા માટે 55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. જે પૈકી 32 લાખ રૂપિયા તો ચૂકવી દીધા હતાં. આ વચ્ચે જ ફરિયાદીનો ધંધો ઠપ્પ થતા બાકીની રકમ ચૂકવ્યા નહોતા. જેના કારણે ફરિયાદી ત્રણ માસથી વ્યાજ ચૂકવી શકતા નહોતા. જેના કારણે વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી કાર પડાવી લીધી હતી.                                       


વધુમાં પોતાની ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે વ્યાજખોરો તેને કિડની વેચી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી રહ્યા છે. આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ ચારેય વ્યાજખોરો સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.              


અમદાવાદમાં ચોર ગેંગનો ત્રાસ ફરી એકવાર જોવા મળી રહ્યો છે, શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં રાત્રિના સમયે તસ્કરો આતંક મચાવી રહ્યાં છે. ઠંડીના માહોલમાં રાત્રિના સમયે તકનો લાભ લઇને ચોરો મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે, હાલમાં જ અમદાવાદના સરદારનગરમાં એક મોટી પાંચ લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે. આ અંગે હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.


મળતી માહિતી પ્રમાણે, ગઇરાત્રે અમદાવાદના સરદારનગરમાં એક ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પાંચ લાખથી વધુની ચોરી કરીને ચોરો ફરાર થઇ ગઇ હતા. સરદારનગર વિસ્તારમાં આવેલી સિન્ધી કોલોનીના એક મકાનમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો, રાત્રિના સમયે તસ્કરોએ ઘરની ઉપર રહેલી ટેરેસ પરની જાળીનો તોડી હતી અને બાદમાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ 5 લાખ 70 હજારની ચોરી કરી હતી, આમાં 3 લાખની રોકડ રકમ સહિત 7 સોનાના બિસ્કીટની પણ ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ ચોરીની ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે