અમદાવાદઃ શહેરમાં અનૈતિક સંબંધમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ખૂદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાત્રે જમવામાં ઘેનની ગોળીઓ આપી પછી હાથ પગ દોરીથી બાંધી નાક અને મોં પર સેલોટેપ બાંધી ગૂંગળાવી હત્યા કર્યાની કબૂલાત કરી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને 20 ઓગષ્ટની રાત્રે હત્યા કરી હતી. મહિલાના પિતરાઈ ભાઈને શંકા જતા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરાઈ હતી. અરજી બાદ તપાસમાં ખુલાસો થયો છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરની એક પરણીતાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પતિ પ્રેમીને મળવામાં નડતરરૂપ લાગતાં યુવતીએ પ્રેમી સાથે મળીને તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો તેમજ પતિને જમવામાં ઘેનની ગોળીઓ આપી દીધી હતી. તેમજ આ પછી પતિને દોરડાથી બાંધી દીધો હતો. એટલું જ નહીં, પછી તેને નાક અને મોં પર સેલોટેપ વીંટળીને ગુંગળાવીને મારી નાંખ્યો હતો. આ હત્યા કેસમાં મહિલાના પિતરાઈ ભાઈને શંકા જતાં તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાનો ધડાકો થયો છે. 


Morbi : યુવકને ભાઈની પત્ની સાથે હતા સંબંધ, ભાઈ પત્નીને છોડવા તૈયાર ન થતાં કરી નાંખી હત્યા


મોરબીઃ મોરબીમાં કૌટુંબિક ભાઈની પત્ની સાથે આડાસંબંધમાં ભાઈની જ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. લીલાપર રોડ પર સ્મશાન નજીક હત્યાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. મૃતક ઇમરાનની પત્ની સહિદા આરોપી કૌટુંબિક ભાઈ સરફરાજને ગમતી હતી અને લગ્ન કરવા હતા. સરફરાજે મૃતક ઇમરાનને તેની પત્ની સાથેના સંબધ છોડી દેવાનું કહેતા ઈમરાને નાં પડતા સરફરાજે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગઈ કાલે રાતે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને (ઉ.વ.૨૫) તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ છરીના ઘા ઝીંકીં દીધા હતા.  ઇમરાનને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજ્યું હતું. 


ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. હાલ એ ડીવીઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.