અમદાવાદઃ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવીને 20 લાખના દહેજ માટે દબાણ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેની સાસુને તેના પતિના બિઝનેસ પાર્ટનર સાથે શારીરિક સંબંધ છે.  2018માં એક દિવસ યુવતી તરસ લાગતાં રૂમમાંથી બહાર આવી ત્યારે તેના રૂમની સામે જ આવેલા પોતાના બેડરૂમમાં સાસુ પ્રેમી સાથે શારીરિક સુખ માણી રહી હતી.

યુવતી રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી અને બંને કામલીલામાં મગ્ન હતાં. અવાજ થતાં સાસુની નજર પુત્રવધૂ પર પડતાં તેણે એ જ અવસ્થામાં બહાર આવીને પુત્રવધૂને ધમકી આપી કે, કોઈને કહીશ તો હત્યા કરાવી નાખીશ અને ઠેકાણે પાડી દઈશ.

યુવતીએ કહ્યું છે કે, તેના પતિને પણ પોતાની માતાના અન્ય પુરૂષ સાથેના શારીરિક સંબંધો વિશે ખબર છે. તેના કહેવા  અનુસાર પતિએ તેને કહ્યું હતું કે તેના ભાઈને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે રૂપિયા 30 લાખની મદદ કરી હતી એટલે માતા તેની સાથે શારીરિક સંબંધ રાખે છે. પતિએ બેશરમ બનીને કહ્યું હતું કે, તારા પિયરમાંથી તું 30 લાખ રૂપિયા લઈ આવે તો બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ નહીં રાખે.

આ 30 વર્ષીય યુવતીના લગ્ન 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીનાં માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું. પુત્રીનું ઘર ન તૂટે એ માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું. એ છતાં તેમણે વધુ માગણીઓ ચાલુ રહી હતી. આ આસ અસહ્ય બનતાં યુવતી ચાંદખેડા ખાતે એક વર્ષથી પિયરમાં રહે છે.  પરિણીતાએ આ બાબતે સાસરિયાં વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.