અમદાવાદઃ અમરાઈવાડી રિંગ રોડ પાસેના ભવાનીનગરમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. યોગેન્દ્ર  પરમાર નામના યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સંજય ધુળિયા નામના યુવકે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યાની જાણકારી મળતાં અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, હત્યા પાછળનુ કારણ અકબંધ છે.  


Panchmahal : શિક્ષિત દંપતી સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયું, યુવતીને ખેતરમાં લઈ જઈ ભુવો કરવા લાગ્યો છેડતી ને પછી તો.....


પંચમહાલઃ સંતાન પ્રાપ્તિની વિધિના નામે પરણીતા સાથે ભુવાએ શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.  ઘોઘંબા તાલુકાના એક ગામનો આ બનાવ છે.  શિક્ષિત દંપતીને લગ્ન થયાના વર્ષોના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેઓએ આધુનિક મેડિકલ સુવિધા ના બદલે સંતાનની પ્રાપ્તિ માટે ભુવાનો સંપર્ક કર્યો હતો.  ભુવાએ વિધિના બહાને પરણીતાને ખેતરમાં એકલા લઇ જઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. 


આ જ સમયે પતિ અને સસરા આવી જતા ભુવાનો ભાંડો ફૂટી ગયો હતો. પરિજન દ્વારા ઢોંગી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.  રાજગઢ પોલીસે ભુવા શનાભાઈ લલ્લુભાઈ રાઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


Ahmedabad : પત્નીના અન્ય યુવક સાથે શરીરસંબંધોની પતિને પડી ગઈ ખબર ને મળવાનું થઈ ગયું બંધ, પછી તો......


અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં અનૈતિક સંબંધમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ખૂદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાત્રે દૂધમાં ઘેનની ગોળીઓ આપી પછી મોં પર માસ્ક પહેરાવી સેલોટેપ બાંધી અને ઓસિકાથી ગૂંગળાવી હત્યા કર્યાની કબૂલાત કરી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને 19 ઓગષ્ટની રાત્રે હત્યા કરી હતી. મહિલાના પિતરાઈ ભાઈને શંકા જતા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરાઈ હતી. અરજી બાદ તપાસમાં ખુલાસો થયો છે. 


આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.વાય. બલોચે જણાવ્યું હતું કે, આરોપી દિપ્તી પટેલ અને પ્રેમી સૌરભ સુથાર એક જ સોસાયટીમાં પાડોશમાં રહે છે. બંને વચ્ચે 2018થી પ્રેમસંબંધ હતા. પાંચ મહિના પહેલા દિપ્તીના પતિને તેમના પ્રેમસંબંધની ખબર પડી ગઈ હતી. જેને કારણે બંને મળી શકતા નહોતા. આથી આ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બંનેએ 17 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનથી બંનેને સંતામાં એક દીકરો અને દીકરી છે. 


બલોચે જણાવ્યું હતું કે, ગત 19-8-2021ના રોજ દૂધની અંદર ઉંઘની ગોળીઓ ભેળવીને પતિને પીવડાવી દીધી હતી. આ પછી રાત્રે દોઢ વાગ્યે પ્રેમી સૌરભ સુથારને ઘરે બોલાવી પતિને મોઢે માસ્ક બાંધી પછી સેલેટેપ વીંટળી તેમજ તકીયાથી ગુંગળાવીને મારી નાંખ્યો હતો. આ પછી સવારે 108માં હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવી એસવીપી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કુદરતી મૃત્યુની જાહેરાત કરી મરનારની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. 


બલોચે જણાવ્યું હતું કે, પતિને પ્રેમપ્રકરણની જાણ થતાં તેમણે પ્રેમી સૌરભ સુથારને ધમકાવ્યો હતો. એટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડો થયો હતો. આ પછી તો બંનેને મળવાનું બંધ થઈ ગયો હતો. આમ પતિ આડખીલી રૂપ બનતાં પત્નીએ પ્રેમી સાથે મળીને પત્નીની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 


તેમણે ઉંઘની ગોળીઓ ખવડાવી મારી નાંખીને કુદરતી મોત થયું હોવાની ખપાવી દેશે, તેવું વિચાર્યું હતું. આમ કરવાથી તેઓ પકડાશે નહીં અને સુખીથી જીવશે, તેમ વિચાર્યું હતું. જોકે, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બંને પ્રેમપ્રકરણમાં હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ધરપકડ કરી લીધી છે.