Iskcon Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતને લોકો હજુ પણ ભૂલી શકતા નથી, લોકોમાં આ ઘટનાને લઇને ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે. સાથે સાથે કારમાં રહેલ બે યુવાનો અને 3 યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ ઘટના બાદ હવે એક પછી એક અપડેટ્સ મળી રહ્યાં છે, હાલમાં જ તથ્યકાંડને પોતાની આંખો સમક્ષ જોનાર વ્યક્તિએ આખી ઘટના વર્ણવી છે, તેનું કહેવું છે કે, હું મારી આંખો સમક્ષ હજુ પણ લોકો તરફડીયા મારતા જોઇ રહ્યો છું, હું સૂઇ પણ નથી શકતો.
હાલમાં જ તથ્યકાંડને લઇને એક સાક્ષીએ આખી ઘટના વર્ણવી છે, દરિયાપુરના રહેવાસી અલતમસ કુરેશીનું કહેવું છે કે, મેં જોઈ તથ્ય દ્વારા કરાયેલ હત્યાઓને મારી આંખે, ઘટના એવી ભયંકર હતી કે હું હજુ પણ રાત્રે સુઈ નથી શકતો, અને ઘરની બહાર નીકળવાનો વિચાર નથી કરી શકતો. અડધી રાત્રે હજુ પણ મારી આંખો સામે લોકોને મરતાં જોઇ રહ્યો છું. તેને ઘટનાને લઇને કહ્યું કે હું અને મારો મિત્ર ચા પીવા એસજી હાઇવે ગયા હતા, હું તે દરમિયાન અકસ્માત થયો હતો તેમની મદદ કરવા ગયો હતો, પરંતુ તથ્યકાંડ દરમિયાન મને પણ જોરદાર ટક્કર વાગી અને હું પણ હવામાં ફંગોળાયો, મને પણ ટક્કરથી હાથ-પગ અને ગળામાં ઇજાઓ પહોંચી. ત્યાં દ્રશ્યો માત્રે ચીસાચીસ અને બૂમાબૂમના જ હતા, લોકો બૂમો પાડીને રડી રહ્યાં હતા. દરિયાપુરના અલતમસ કુરેશીએ આખી ઘટના વર્ણવતા કહ્યું કે તે ખરેખર એક ભયાનક મંજર હતુ, જેને હું હજુ પણ ભૂલી શકતો નથી.
ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે કોર્ટે તથ્ય પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
આરોપીઓ તપાસમાં સહયોગ ન આપતો હોવાનો સરકાર તરફે દલીલ કરી હતી. તો બીજી તરફ આખો મુદ્દો રાજકીય બનાવાયાનો તથ્યના વકીલનો દાવો કર્યો હતો. આ કેસ મીડિયા ટ્રાયલ બનાવી દેવાયાનો તથ્યના વકીલનો દાવો કર્યો હતો. વધુમાં વકીલે કહ્યું કે, તથ્ય 19 વર્ષનો છોકરો છે. ગંભીર ઈજાઓ થઈ છે. આ મીડિયા ટ્રાયલ બની ગઈ છે. કોઇ પણ બાપ પોતાના બાળકને ગંભીર ઇજાઓ થઇ હોય તો એને હોસ્પિટલ જ લઇ જાય. આ આખો મુદ્દો રાજનૈતિક બનાવી દેવાયો છે. આને રાજનીતિ રમત બનાવી દેવાઈ પ્રજ્ઞેશને ફીટ કરી દેવા આરોપી બનાવાયો છે.
તો બીજી તરફ રિમાન્ડ માંગવાના કારણો પણ સામે આવ્યા છે. વરીલે કહ્યું કે, તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કયા કયા લોકોને મળ્યા, રેસ્ટોરન્ટની તપાસ કરવાની છે. મોબાઈલ વિગતો મેળવવાની છે.આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. સોશ્યલ મીડિયા પર મુકેલી ભયજનક ડ્રાઈવિંગ અંગેની પોસ્ટની તપાસ માટે સમયની જરુર છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial